વાંકાનેર સીટી પોલીસ મથક ખાતે ચીલ ઝડપના ગુનામાં ફરાર મહિલા રાજકોટથી ઝડપાઇ….

0

મોરબી ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસ મથક ખાતે નૈધાયેલ ચીલ ઝડપના ગુનામાં છેલ્લા સાતેક મહિનાથી ફરાર મહિલા આરોપીને રાજકોટ ખાતેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલ.સી.બી., પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના ચીલ ઝડપના ગુનામાં છેલ્લા સાતેક માસથી ફરાર મહિલા આરોપી કુંવરબેન દેવાભાઇ સોલંકી (રહે. રાજકોટ)ને રાજકોટ ૮૦ ફૂટ રોડ, હ્યુન્ડાઈ શોરૂમની સામે, નદી કાંઠે, રાધાબેન દેવપુજકના રહેણાક મકાનમાંથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU