વાંકાનેર શહેરના દાણાપીઠ ચોકથી જકાતનાકા સુધીનો ઉબડખાબડ રોડ બન્યો અકસ્માતનું ઘર, તંત્રના પાપે રિક્ષા પલ્ટી ગઇ….

0

રોડ પર પડેલા મસમોટા ખાડાઓના કારણે છાસવારે બનતા અકસ્માતોથી નાગરિકો ત્રાહિમામ….

વાંકાનેર શહેરના દાણાપીઠ ચોકથી જકાતનાકા સુધીના રોડ પર પડેલા મસમોટા ગાબડાંઓના કારણે અહીં અવારનવાર નાના-મોટા અકસ્માતના બનાવો બને છે, જેમાં તાજેતરમાં જ અહીં પડેલા મસમોટા ગાબડાંના કારણે એક માલવાહક રિક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી, જેમાં સદનશીબે ડ્રાઇવરને કોઈ મોટી ઈજાઓ પહોંચી નહોતી, પરંતુ આ રોડ પર છાસવારે અકસ્માતોના બનાવો બનતા હોવાની સાક્ષી સ્થાનિક લોકો આપી રહ્યા છે…

બાબતે અનેકવારના અખબારી અહેવાલો, નાગરિકોની રજૂઆતો બાદ પણ નફ્ફટ તંત્ર દ્વારા બાબતે આજસુધી આ રોડનું કોઈ મરામત કે નવિનીકરણ કે માત્ર ખાડા સુધ્ધાં પુરવાની તસ્દી લેવામાં આવી નથી. આ સાથે જ ચોમાસામાં પડેલ પાંચથી દસ ફુટના મસમોટા ખાડાઓ પણ અનેક રજૂઆતો બાદ તંત્ર દ્વારા રીપેર ન કરાતાં આખરે નાગરિકોએ જાતે માટી-મોરમથી રીપેર કરાવેલ, છતાં બાબતે નિંભર તંત્રના જવાબદાર અધિકારીઓએ હજુસુધી આ રોડની મુલાકાત લેવા જેવી સામાન્ય કામગીરી પણ કરેલ નથી, જેના કારણે અહીંથી પસાર થતાં નાગરિકો અને સ્થાનિક લોકોમાં ભાર રોષ જોવા મળી રહ્યો છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU