ખુદ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર અને પટ્ટાવાળા દારૂ પીતા રંગેહાથ ઝડપાયાં, ડોક્ટરના કબાટમાંથી દારૂની બોટલ પણ ઝડપાઇ….

વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં અવારનવાર દારૂની મહેફિલ જામતી હોવાની ચર્ચાઓ થઈ રહી હોય દરમિયાન આજે વાંકાનેર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટરની ચેમ્બરમાં ચાલતી દારૂની મહેફિલમાં વાંકાનેરના પત્રકારોએ સંયુક્ત રીતે ‘ પત્રકાર રેડ ‘ કરતા સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટરની ઓફીસમાં ખુદ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર અને પટ્ટાવાળા રંગેહાથ દારૂ પીતા આબાદ ઝડપાઇ ગયા હતા….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આજે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટરની ચેમ્બરમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના પત્રકારોએ સંયુક્ત રીતે ‘ પત્રકાર રેડ ‘ કરતા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટરની ચેમ્બરમાં ખુદ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર ડો. હરપાલસિંહ પરમાર અને પટ્ટાવાળો કૈલાસ રાઠોડ વિદેશી દારૂ પીતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા, જે બાદ પત્રકારોએ વાંકાનેર સીટી પી.આઇ. છાસીયાને બાબતની જાણ કરતા તાત્કાલિક સીટી પોલીસ ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને પત્રકારોની હાજરીમાં સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટરના કબાટની તલાશી લેતા તેમાંથી એક પરપ્રાંતિય બનાવટની ગ્રેવિટી વોડકા વિદેશી દારૂની બોટલ મળી આવી હતી, જેથી પોલીસે સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર હરપાલસિંહ પરમાર અને પટ્ટાવાળા કૈલાસની ધરપકડ કરી હતી…

હોસ્પિટલમાં દારૂની મહેફિલ માણતા સુપ્રિટેન્ડેન્ટ સામે પગલાં લેવાશે ?

વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં આજે સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર ખુદ વિદેશી દારૂની મહેફિલ માણતા રંગે હાથે ઝડપાઇ જતાં ખળભળાટ મચી ગયો હતો, જેમાં હોસ્પિટલમાં પોતાની ચેમ્બરમાં જ દારૂની મહેફિલ બાબતે હવે જોવાનું રહ્યું કે આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીઓ બાબતે આરોપી સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર સામે કેવા પગલાં ભરે છે ?

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!