વાંકાનેર તાલુકાના યજ્ઞપુરુષનગર (ગારીયા) ખાતે આવેલ એક રહેણાક મકાનમાં ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી ત્યાંથી 44 બોટલ વિદેશી દારૂ અને 125 લિટર દેશી દારૂ સાથે એક શખ્સને રૂ. 21,900 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના યજ્ઞપુરુષનગર (ગારીયા) ખાતે આવેલ વિવેકભાઇ મંછારામભાઇ ગોંડલીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી ત્યાંથી મેકડોવેલ્સ નંબરવનની 24 બોટલ વિદેશી દારૂ જેની કિંમત રૂ. 9000,
રોયેલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હિસ્કીની 20 બોટલ વિદેશી દારૂ જેની કિંમત રૂ. 10,400 તેમજ દેશી દારૂ 125 લીટર સહિત કુલ રૂ. 21,900 ના મુદ્દામાલ સાથે આરોપી વિવેકભાઇ મંછારામભાઇ ગોંડલીયા (ઉ.વ. ૧૯)ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં અન્ય આરોપી વિશાલ મંછારામ બાવાજી, કીશનભાઇ નરોતમભાઇ બાવાજી અને કિશનભાઇ ઉર્ફે વિજય જીવરાજભાઇ કોળી (રહે. તમામ ગારીયા)ના નામ સામે આવતા પોલીસ કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR