વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એક સીરામીક કારખાનામાં પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું જેથી આ બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સંસ્કાર ઝોન્સ સીરામીક કારખાનાના શ્રમિક ક્વાર્ટરમાં રહેતી અને ત્યાં જ મજૂરી કામ કરતી સુનીતાબેન રોહીદાસ નારવે (ઉવ.૧૯) નામની પરિણીતાએ ગઈકાલના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો….
બનાવ બાદ પરિણીતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR