રેલ્વે સ્ટેશન નજીક બેભાન હાલતમાં મળી આવેલ આધેડનું મોત…

વાંકાનેર તાલુકાના કણકોટ રેલ્વે સ્ટેશન નજીક ગઇકાલના રોજ સાડા ત્રણ વાગ્યાની આસપાસ અંદાજે પચાસ વર્ષની ઉંમરના એક અજાણ્યા પુરુષ બેભાન હાલતમાં મળી આવતા, સ્ટેશન માસ્તરે એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેમાં પુરુષ મરણ ગયેલ હોય જેથી બનાવની રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશનમાં અકસ્માત મૃત્યુ નોંધ કરી રેલ્વે પોલીસે મૃતકના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે….

મૃતક આધેડે શરીરે બ્લુ કલરનું ટીશર્ટ, ગ્રે કલરનું પેન્ટ અને નાડી વાળી કાળી ચડ્ડી પહેરેલ હોય જેથી કોઇ વાલી વારસો મળે તો વાંકાનેરના રેલવે એએસઆઈ ઇન્દ્રજીતસિંહના મોબાઇલ નંબર 6352135244 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR

error: Content is protected !!