વાંકાનેર તાલુકાના વડસર નજીક પાલનપીરના મેળામાંથી પરત ફરતી એક ઈકો કારને ગંભીર અકસ્માત નડ્યો હતો જેમાં ટ્રક ચાલકે પોતાનું વાહન બેફીકરાઈથી ચલાવી ઈકો કારને સાઈડમાં દબાવી દેતા કાર નીચે ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૨૧ના રોજ ફરિયાદી દિપકભાઈ ચાવડા, તેમના મોટાભાઇ કાળુભાઇ, મિત્ર પ્રશાંતભાઇ મનસુખભાઇ, દશરથભાઇ હકાભાઇ બોયર તથા રાહુલભાઇ ઓઘાભાઇ કોળી તેમની ઇકો કાર નં.GJ 13CC- 0468 લઇને હડમતીયા પાસે પાલનપીરનાં મેળામાં દર્શને ગયા હતા ,જ્યાંથી પરત ફરતી વેળાએ રાત્રીના બાર વાગ્યાની આસપાસ જડેશ્વર મંદિરથી આગળ વડસર પાસે પહોંચતા સામેથી આવતા એક ટ્રક નં. GJ 02 ZZ 5663 ના ચાલકે તેની ટ્રક પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી નીકળતા, ટ્રક તેમની ઇકો કાર સાથે એકદમ ઘસાઇને નીકળ્યો હતો અને તેમની કારને ઠોકર મારતાં કાર સાઇડમાં ઉતરી ગઈ હતી જેથી સર્જાયેલ અકસ્માતમાં ચાર શખ્સોને ઇજાઓ પહોંચી હતી. જેથી તમામને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં સારવાર દરમિયાન ફરિયાદીના મોટાભાઇ કાળુભાઇને મોત થયું હતું…

જેથી આ બનાવમાં મૃતક યુવાનના ભાઈએ ટ્રક ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

 

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR

error: Content is protected !!