રોંગ સાઈડમાં બાઇક ચલાવી અકસ્માત સર્જાતા યુવાનનું મોત થતાં બાબતે ફરિયાદ નોંધાઇ….

વાંકાનેર શહેર નજીકથી પસાર થતાં હાઇવે પર મુબીન ઓટોની સામે રોંગ સાઈડમાં પોતાનું બાઇક ચલાવી એકટીવા ચાલકે બંધ ટ્રક પાસે તેનું એક્ટિવા ઊભું રાખતા સામેથી આવતા બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક યુવાનને માથામાં ગંભીર ઈજા થતાં તેનું મોત થયું હતું, જેથી આ બનાવમાં મૃતક યુવાનના પિતાએ વાંકાનેર સિટી પોલીસમાં એક્ટીવા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અદેપર ગામ ખાતે રહેતા ફરિયાદી લાધાભાઈ ઉર્ફે લધુભાઇ રત્નાભાઇ સતવાણીનો દીકરો રણછોડભાઈ(ઉ.વ. ૩૨) ગત તા. ૨૦ ના રોજ પોતાનું બાઈક નંબર GJ 36 K 1195 લઈને વાંકાનેર શહેરથી વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતો હોય ત્યારે મુબીન ઓટોની સામે સામેથી રોંગ સાઈડમાં આવતા એક એક્ટિવા નંબર GJ 36 H 5219 ના ચાલકે તેનું વાહન બેફિકરાયથી ચલાવીને બંધ પડેલા ટ્રક પાસે ઊભું રાખતા રણછોડભાઈના બાઈકનો અકસ્માત થયો હતો,

જેમાં રણછોડભાઈને માથામાં પાછળના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતાં તેનું મોત થયું હતું જેથી બનાવ અનુસંધાને મૃતક યુવાનના પિતાએ વાંકાનેર સિટી પોલીસમાં એક્ટીવા ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR

error: Content is protected !!