હિસાબી વર્ષ 2022-23 ના માર્ચ એન્ડિંગના હિસાબો સંદર્ભે સમગ્ર ગુજરાતમાં માર્ચ મહિનાના આખરી અઠવાડિયામાં વિવિધ માર્કેટિંગ યાર્ડો બંધ હોય છે. જેમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાંથી વેપારીઓનો માલ ઉંઝા, રાજકોટ, ગોંડલ જેવા મોટા યાર્ડોમાં જતો હોવાથી, ઉપરોક્ત યાર્ડોમાં માર્ચ એન્ડિંગની રજાઓ હોય જેથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ આગામી તારીખ 26/03/2023 થી 02/04/2023 સુધી બંધ રહેશે…

જેમાં વાંકાનેર યાર્ડમાં તા. 02/04/2023, રવિવારથી માલની ઉતરાઇ શરૂ કરવામાં આવશે અને તા. 03/04/2023 થી યાર્ડ નું કામકાજ રાબેતા મુજબ ચાલુ થશે. જેની વાંકાનેર વિસ્તારના તમામ ખેડૂતોએ નોંધ લેવી. માર્ચ એન્ડીંગની રજાઓના કારણે ઉપરની તારીખો દરમિયાન ખેડૂતો ભાઈઓએ યાર્ડ ખાતે પોતાનો માલ વેંચાણ માટે ન લાવવો…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!