વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી શંકાસ્પદ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતાં ચકચાર….

0

વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવાવરૂ જગ્યા પાસ શંકાસ્પદ હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગયો છે, જેમાં બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને ડોગ સ્કવોડ સહિતની મદદથી બનાવમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ આ બનાવમાં પોલીસે મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ એક આવાવરુ જગ્યામાં કોઈ અજાણ્યા યુવાનની લાશ મળી હોવાની માહિતી મળતા વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પી.એસ.આઇ સોનારા તથા રાઇટર વિઠ્ઠલભાઈ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો , જેમાં મૃતક વ્યક્તિના ગળા ઉપર ઈજાના નિશાન મળી આવતા હાલ યુવાનની હત્યા કરાઇ હોવાની શંકાના આધારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસે હાલ મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU