મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ ખુલ્લા પાણીના સ્ત્રોતોમાંથી મચ્છરો ઉત્પન ન થાય અને તેનો નાશ થાય તે માટે મચ્છરના પોરાનો નાશ કરતી ગપ્પી માછલીઓ ખુલ્લા પાણીમાં નાખવાની કામગીરી ચાલી રહી હૈય જે અનુસંધાને વાંકાનેર તાલુકાના સિંધાવદર પીએચસી દ્વારા ખુલ્લા પાણીના સ્ત્રોતોમાં ગપ્પી માછલીઓ મુકવામાં આવી હતી…
મોરબી જિલ્લા મલેરિયા અધિકારી શ્રી ડૉ. બાવરવા સાહેબની સૂચના મુજબ આગામી સમયમાં મચ્છરજન્ય રોગચાળો ન વકરે તે માટે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરેલા ખૂલ્લા જળાશયોમાં પોરા ભક્ષક માછલીઓ મૂકવામાં આવી રહી છે, જે અનુસંધાને વાંકાનેર તાલુકાના સિંધાવદર પી.એચ.સી. દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આરિફ શેરસીયા અને તાલુકા સુપરવાઈઝર વી. એન. માથકિયાના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર ડૉ. તનવીર શેરસિયા દ્વારા MPHWની ટીમ બનાવી સિંધાવદર PHC હેઠળ આવતા ગામોમાં કાયમી ભરાય રહેતા ખૂલ્લા પાણીના જળાશયો જેમાં પોરા નાશક દવા ન નાખી સકિયે કે નિયમિત સાફ કરવા મુશ્કેલ હોય તેવા વોકળા, કૂવા,નાની ખેતતલાવડી, ભો ટાકા વગેરેમાં પોરભક્ષક માછલીઓ મૂકવામાં આવી હતી…
આ તકે PHC સુપરવાઈઝર પંડ્યાભાઈ દ્વારા PHC હેઠળ આવતા ગામોને પણ અપીલ કરેલ કે તમારી આજુબાજુમાં જો કોઈ આવા ખૂલ્લા પાણી ભરેલા સ્થળ જોવા મળે તો તેઓ પોતાના વિસ્તારના પીએચસીનો સંપર્ક કરી આ જુંબેશ મા સહભાગી બની શકે છે.…