વાંકાનેર બાઉન્ડ્રી નજીક થયેલી હત્યાના બનાવનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલતી વાંકાનેર તાલુકા પોલીસ…
વાંકાનેર બાઉન્ડ્રી નજીક ગઈકાલે અજાણ્યા યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો, જે બનાવમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી ગણતરીની કલાકોમાં જ યુવાનની હત્યાનો ભેદ વાંકાનેર તાલુકા પોલીસે ઉકેલી મૃતકની ઓળખ મેળવી અને હત્યારાને ઓળખી કાઢી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે વાંકાનેર બાઉન્ડ્રી નજીક અવાવરું જગ્યામાંથી એક અજાણ્યા યુવાનને ગળે તીક્ષ્ણ હથિયાર વડે ઇજા પહોંચાડી હત્યા કરવામાં આવી હોય તેવી હાલતમાં લાશ મળી આવ્યા બાદ વાંકાનેર તાલુકા પીએસઆઇ વી. આર. સોનારા, પોલીસ સ્ટાફના હરિશ્ચંદ્રસિંહ સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને મૃતકની ઓળખ મેળવવા તેમજ હત્યાના આ બનાવનો ભેદ ઉકેલવા પ્રયાસ શરૂ કરી બનાવ સ્થળની આજુબાજુના કારખાનાઓમાં તપાસ શરૂ કરી હતી….
દરમિયાન તાલુકા પોલીસની ટીમે વાંકાનેર તાલુકાના મેસરિયા ગામની સીમમાં આવેલ નવા બની રહેલા સેન્ડબેરી ફાયબર નામના કારખાનામા તપાસ કરી મૃતકનો ફોટો દેખાડતા કલર કામનો કોન્ટ્રાકટ ધરાવતા હરપાલસિંહ કલ્લુસિંહ ભદોરીયાએ મૃતકને ઓળખી બતાવી મૃતક રાજકોટ રૈયા ચોકડીએ રહેતો રાજુકુમાર જીવલાલ પ્રજાપતિ હોવાનું જાહેર કરી રાજુકુમારને આગલા દિવસે તેની સાથે જ કામ કરતા આરોપી જીતેન્દ્રસિંહ ઉર્ફે જેકીભાઈ મંગલસિંહ રાજપૂત (રહે.ભીંડ જિલ્લો, મધ્યપ્રદેશ) સાથે પૈસાની લેતી દેતીમાં ઝઘડો થયો હોવાનું જાહેર કર્યું હતું…
આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસ મુજબ મૃતક રાજુકુમાર આરોપી જીતેન્દ્રસિંહ ઉર્ફે જેકીભાઈ પાસે પૈસા માંગતો હોય જે નાણાં પરત આપવા મામલે બન્ને વચ્ચે આગલા દિવસે રાત્રે ઝઘડો થયો હતો, ત્યારે કોન્ટ્રકટર હરપાલસિંહે બન્નેને શાંત પાડી છોડાવ્યા હતા. જો કે, બીજા દિવસે રાજુકુમારને પોતાના વતનમાં જવું હોય આરોપી જીતેન્દ્રસિંહ ઉર્ફે જેકી સાથે ચોટીલા ગયો હતો અને વાંકાનેર બાઉન્ડ્રી પાસે પરત આવી જાળીમાં કુદરતી હાજતે ગયો હતો, ત્યારે જેકીએ ગળે છરીના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી….
જો કે, હત્યાને અંજામ આપી આરોપી જીતેન્દ્રસિંહ ઉર્ફે જેકી પરત જ્યા કામ કરતો હતો ત્યાં આવી ગયો હતો અને કોન્ટ્રાકટર હરપાલસિંહને પોતાની મજૂરીના હિસાબના પૈસા આપી દેવા જણાવી અન્યથા છરી મારી દેવા ધમકી આપી છરી બતાવી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત અન્ય એક શ્રમિકને પણ તેણે રાજુકુમારની હત્યા કરી નાખી હોવાનું જણાવી નાસી ગયો હોવાનું બહાર આવ્યું છે. હાલ આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસૂ આરોપી સામે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU