વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં બે દિવસ પહેલા ગાળો બોલવા બાબતે થયેલ માથાકૂટમાં વૃદ્ધે પારિવારિક ભાઈ અને બે ભત્રીજા એમ ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે બનાવમાં હાલ સામાપક્ષે પણ બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં રહેતા રમેશભાઇ હરીભાઇ વોરાએ વાંકાનેર સીટી પોલીસમાં તેના પારિવારિક મોટાભાઈ જેરામભાઇ જીવાભાઇ વોરા અને ભત્રીજા જગદીશભાઇ જેરામભાઇ વોરા સામે ફરિયાદ નોંધાવી છે કે, શેરીમાં ગાળો બોલવા બાબતે બંને આરોપીઓએ ફરિયાદી તથા તેમના બે દિકરીઓ સાથે ઝઘડો કરી ફરિયાદીના પુત્ર ભરતને ધક્કો દઈ પછાડી લમણાંના ભાગે લાકડી વડે માર માર્યો હતો, જેથી પોલીસે આ બનાવમાં બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…