વાંકાનેર નજીક આવેલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રોજબરોજ અકસ્માતના બનાવો બનતા હોય છે જેમાં ઘણાબધા લોકોનો ભોગ લેવાય છે ત્યારે આવા જ વધુ એક બનાવમાં કલરના કારખાનામાં કામ કરતી વેળાએ ચાલું મશીનરીમાં આવી જતા એક યુવાનનું કમકમાટીભર્યુ મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક આવેલ કલર સિરામિક ફેક્ટરીમાં કામ કરતી વેળાએ અચાનક કોઈ કારણસર મુળ મધ્યપ્રદેશના વતની આકાશભાઈ કિશનભાઈ વાકેલ (ઉ.વ. 20) નામનો યુવાન ચાલું મશીનમાં ફસાઈ જતાં તેનું કમકમાટીભર્યું મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!