યાર્ડમાં કપાસની ભરપૂર આવકથી ઉતરાઈ બંધ કરવી પડે તેવી પરિસ્થિતિ : સમયે સમયે યાર્ડ મેનેજમેન્ટ દ્વારા ખેડૂતોના હિતમાં નવા નિર્ણયોની કરાતી જાણ….
વાંકાનેર માર્કેટ યાર્ડ ખાતે થોડા દિવસ પહેલા લગભગ રૂ. 90 લાખના ખર્ચે 12,700 ચોરસ ફૂટના નવા શેડનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં હાલ યાર્ડમાં કપાસની ભરપૂર આવકથી તમામ શેડ હાઉસ ફુલ થઇ ગયા છે. આ સાથે જ યાર્ડમાં આવેલ નવા કપાસના ભાવ પણ ખુબ સારા અને ઉંચા મળતા હોય જેથી વાંકાનેર વિસ્તારના ખેડૂતો પણ રાજીરાજી થઈ ગયા છે….
વાંકાનેર માર્કેટ યાર્ડમાં ગત તા. 18/10/2021 સોમવારના રોજ કપાસની 18,000 મણ જેટલી વિક્રમી આવક નોંધાઇ હતી, જેમાં ખેડૂતોને યાર્ડમાં પોતાના માલના સારા ભાવ મળતા હોવાથી હાલ પણ મોટા જથ્થામાં કપાસની આવક શરૂ છે. યાર્ડમાં કપાસની ભરપૂર આવકથી તમામ શેડ હાલ ફુલ થઇ ગયા હોય જેથી મેનેજમેન્ટ દ્વારા સમયે સમયે કપાસની ઉતરાઈ બાબતે ખેડૂતોને જાણ કરવામાં આવી રહી છે…
બાબતે માર્કેટિંગ યાર્ડના ચેરમેન શકીલમ પીરઝાદાએ જણાવ્યું હતું કે, હાલ યાર્ડમાં ખેડૂતોને સારા કપાસના ભાવ રૂ. 1,700 પ્રતિ મણથી વધુ મળે છે, તેમજ આવક પણ વિક્રમી થઈ રહી છે. જેથી યાર્ડમાં પોતાનો માલ વેચવા માટે આવતા તમામ ખેડૂતોએ પહેલા પોતાના દલાલ-વેપારીઓ પાસેથી ઉતરાઈ બાબતે જાણકારી મેળવીને જ પોતાનો માલ વેંચાણ માટે લાવવો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf