વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ ખરાબાની જગ્યામાં એક શખ્સ દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી દેશી દારૂ, દારૂ બનાવવાનો આથો, ભઠ્ઠીના સાધનો સહિતના મુદામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના વીરપર-રાતાવીરડા રોડ પર, રાતાવીરડા ગામની સીમમાં આવેલ તળાવ પાસે ખરાબાની જગ્યામાં દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી…

વાંકાનેર તાલુકા પોલીસની આ કામગીરીમાં સ્થળ પરથી દેશી દારૂ 20 લીટર, દેશી દારૂ ઠંડો 80 લીટર, ગરમ આથો 100 લીટર, ઠંડો આથો 600 લીટર તેમજ ભઠ્ઠી ગાળવાના સાધનો સહિત કુલ રૂ. 6,060 ના મુદામાલ સાથે આરોપી માવજીભાઈ સામંતભાઈ ડાંગરોચા (રહે. વીરપર) ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf

error: Content is protected !!