વાંકાનેર તાલુકાના સતાપર ગામે રહેતા એક આધેડની વાડીના પાડોશી પાસે પૈસાની ઉઘરાણી માટે આવેલા ત્રણ શખ્સો વાહનમાં તોડફોડ કરી નુકશાન કરતા હોય જેને રોકવા ગયેલ આધેડ પર ત્રણેય ઇસમોએ હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં આધેડની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસ ત્રણ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સતાપર ગામ ખાતે રહેતા સવસીભાઇ કલાભાઈ ધરજીયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ પોતાની વાડીએ હોય ત્યારે બાજુની વાડીવાળા મનસુખભાઈ કેશાભાઇ પાસે આરોપીઓ રવિ હેમંત કોળી, સુનીલ નારણ કોળી અને રાઘવ ગોરધન કોળી (રહે. બધા ત્રાજપર, મોરબી) આવી પૈસાની ઉઘરાણી કરી મનસુખભાઈના મોટર સાયકલમાં તોડફોડ કરી નુકશાન કરતા હતા….
જેથી ફરિયાદી સવસીભાઇએ ત્રણેય આરોપીઓને બાઇકમાં નુકશાન કરવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇ આરોપીઓએ ફરિયાદી પર હુમલો કરી છુટા પથ્થર ઘા મારી તેમજ ઢીકા પાટું માર મારી ઈજા કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી…
જેથી ઉપરોક્ત બનાવમાં ફરિયાદીએ ત્રણ આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૩૨૩, ૩૩૭, ૪૨૭, ૫૦૪, ૫૦૬(ર), ૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf