પોતાના ખેતરમાં માલધારી ભેલાણ કરતો હોય છેને ના પાડતા ઉશ્કેરાયેલા માલધારીએ દાદાગીરી કરી ખેડૂત પર હુમલો કર્યો, ફરિયાદ દાખલ….
વાંકાનેર તાલુકાના દલડી ગામની સીમમાં પીપરવાડી તરીકે ઓળખાતી વાડીમાં એક ખેડૂતે મગફળીના પાકનું વાવેતર કર્યું હઘય જેમાં એક માલધારી દ્વારા ગેરકાયદેસર રીતે તેના માલઢોરને ભેલાણ કરવા માટે મૂકવામાં આવ્યા હોય જેથી આ બાબતે વાડીના માલિકે માલધારીને ભેલાણ ન કરવા માટે કહેતા એકદમ ઉશ્કેરાયેલા શખ્સે દાદાગીરી કરી ખેડૂત પર હુમલો કરી માર માર્યો હતો…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામ ખાતે રહેતા ઝાહીદભાઈ અલીભાઈ શેરસીયા(ઉ.વ. 35)ની વાડી દલડી ગામની સીમમાં પીપરવાળી તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલી હોય અને ખેડૂતે આ વાડીમાં મગફળીનું વાવેતર કરેલ હોય જેથી ગઇકલના રોજ ખેડૂત પોતાની વાડીએ આંટો મારવા જતા,
ત્યાં રૂડા ડાયાભાઈ ભરવાડ નામનો શખ્સ તેમની વાડીમાં ગેરકાયદેસર રીતે માલઢોર લાવીને ખેતરમાં ભેલાણ કરતાં હતા જેથી ફરિયાદી જાહિદભાઈએ તેને ભેલાણ ન કરવા માટે કહેતા એકદમ ઉશ્કેરાઇ જઇ આરોપીએ દાદાગીરી સાથે ખેડૂત પર હુમલો કરી જેમ ફાવે તેમ ગાળો આપી માર માર્યો હતો,
આ બનાવમાં ફરિયાદીને ગાલમાં પાંચ ટકા તથા મુઢમાર ઈજાઓ પહોંચી હતી જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી તેમણે આરોપી રૂડાભાઈ ડાયાભાઈ ભરવાડની સામે વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf