ગામેગામ સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ ભવ્યાતિભવ્ય ઝુલુસ, બાલ મુબારક દર્શન, ઈબાદત, તકરીર, લંગર, ન્યાઝ, વાયઝ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું…..

ઇસ્લામ ધર્મના સ્થાપક અને સમગ્ર વિશ્વને એકતા, શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનાર હઝરત મહંમદ પયગંબર સાહેબના આજે જન્મદિવસની મુસ્લિમ બિરાદરો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમગ્ર વાંકાનેર વિસ્તારમાં ગામેગામ સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ ભવ્યાતિભવ્ય ઝુલુસ, ઈબાદત, તકરીર, લંગર, ન્યાઝ, વાયઝ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું….

આજે ઈદ-એ-મિલાદ નિમિત્તે વાંકાનેર તાલુકાના ગામડાઓમાં સવારે અને શહેર ખાતે બપોર બાદ વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદાની આગેવાનીમાં શહેરના રાજમાર્ગો પર વિશાળ ઝુલુસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા…

આજે ઈદ-એ-મિલાદ પર્વ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા અલ્લાહની બંદગી સાથે પયગંબર સાહેબના જન્મ દિવસની ખુશી મનાવવામાં આવે છે. જેમાં આજે વાંકાનેર વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ જુલૂસ, સવારે મસ્જિદોમાં પયગંબર સાહેબના બાલ મુબારક દર્શન, ગામે ગામ મુસ્લિમ બિરાદરોએ પોતાના ઘરો અને મસ્જિદોને શણગાર, કુરાન પડવું, ગરીબોને દાન, ન્યાઝ, તકરીર સહિતના કાર્યક્રમો થકી ઈદ-એ-મિલાદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf

error: Content is protected !!