બાબતે કોર્ટ મેટર હોય જેથી કોર્ટના હુકમ બાદ પરિણામ જાહેર કરાશે, આજે પલાસ મંડળીના 18 અને પંચાસીયા મંડળીના 10 મતોની ગણતરી કરાઈ, તિથવાના 03 મતોની ગણતરી હજુ બાકી….

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી માટે ગત તા. 11/01 ના રોજ મતદાન બાદ 12 જાન્યુઆરીના રોજ મતગણતરી કરવામાં આવી હતી જેમાં અલગ અલગ ત્રણ મંડળીઓની હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરતા પરિણામ જાહેર કરવા પર હાઈકોર્ટે રોક લગાવી હતી અને બાકી રહેલા 31 મતોમાંથી પ્રથમ પલાસ મંડળીના 18 અને બાદ ગઇકાલે પંચાસીયા મંડળીના 10 એમ કુલ 28 મતની ગણતરી કરવા મંજૂરી મળતા આજે આ 28 મતોની ગણતરી કરવામાં આવી હતી…

બાબતે ખેડૂત વિભાગની 10 બેઠક માટે આજે થયેલ મતગણતરી બાદ હવે તિથવા મંડળીના 03 મતોની ગણતરી કરવામાં આવી નહોતી, જેથી બાકીના 28 મતોની ગણતરી બાદ પણ આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું નહોતું કારણ કે આ મામલે આગામી તા. 14 જુનના રોજ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સુનવણી બાદ ફાયનલ પરિણામ જાહેર કરવામાં આવશે…

ખેડૂત વિભાગમાં આજે થયેલ મતગણતરી બાદ કોને કેટલા મતો મળ્યા તે જાહેર કરાવામાં આવ્યુ નથી અને આજની ગણતરીના પરિણામ હાઈકોર્ટમાં સીલબંધ કવરમાં રજુ કરાશે અને કોર્ટની સુચના મુજબ આગામી દિવસોમાં પરિણામ જાહેર કરવામાં આવશે અને ત્યાં સુધી યાર્ડમાં વહીવટદારનું શાસન રહેશે તેવું જીલ્લા રજીસ્ટ્રાર ધર્મેશ ગઢવીએ જણાવ્યું હતું….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS

error: Content is protected !!