રાજસ્થાનથી જુનાગઢ જતા વિદેશી દારૂના જથ્થાને રસ્તામાં જ ઝડપી લેતી પોલીસ….

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી રાજસ્થાનથી જૂનાગઢ તરફ જતા વિદેશી દારૂના વિશાળ જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે આ દરોડામાં બંધ બોડીની ટાટા ટ્રકમાં જતી અધધ 400 પેટી વિદેશ સહિત કુલ રૂ. 25.83 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લામાં નવનિયુક્ત પોલીસ વડા રાહુલ ત્રીપાઠી દ્વારા પ્રોહીબીશનની પ્રવૃતિ અટકાવવા તેમજ પ્રોહી. જુગારની બદી સદંતર નાબુદ કરવા આપેલી સુચનાને પગલે મોરબી એલસીબી પોલીસ ટીમ કાર્યરત હોય દરમ્યાન સ્ટાફના હેડ કો. પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઈ હુંબલ અને કો. વિક્રમભાઈ કુગસીયાને સંયુક્ત રીતે મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવી,

ત્યાંથી પસાર થતી એક બંધ બોડીની ગાડી નં. GJ 27 TT 7834 ને રોકી તલાશી લેતા તેમાંથી 400 પેટી વિદેશી દારૂ જેમાં મેકડોવેલ્સ-1 સુપીરીયર વ્હીસ્કીની બોટલો નંગ 3,600(કિં. રૂ. ૧૩,૫૦,૦૦૦), ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની બોટલો નંગ 1,116 (કિં. રૂ. ૬,૬૯,૬૦૦), રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કીની બોટલો નંગ-84 (કિ. રૂ. ૪૩,૬૮૦) સાથે એક પાંચ લાખની કિંમતની ગાડી, બે મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ રૂ. 25,83,080 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો…

વધુમાં આ દારૂનો જથ્થો રાજસ્થાનથી જૂનાગઢ લઈ જવામાં આવતો હોય જેમાં એલસીબી ટીમે રસ્તામાં જ દારૂના જથ્થા સાથે આરોપી માંગીલાલ તેજારામ બીસનોઇ અને કમલેશ રૂગનાથારામ બીસનોઇ (રહે. બંને રાજસ્થાન)ને ઝડપી લીધા હતા, જ્યારે આ ગુનામાં અન્ય શખ્સ હીરારામ ઉર્ફે દેવીચંદ બીડદારામ બીસનોઇ (રહે. ડભાલ ગામ તા.સાંચૌર જી.જાલોર રાજસ્થાન)નું નામ ખુલતા પોલીસે તેને ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં પીઆઇ એમ. આર. ગોઢાણીયા, પીએસઆઇ એન. બી. ડાભી, એન. એચ. ચુડાસમા, એ. ડી. જાડેજા, એએસઆઈ રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ, હેડ કો. દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઇ હુંબલ, દશરથસિંહ ચાવડા, સહદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, કોન્સ. વિક્રમભાઇ કુંગસીયા, રવિરાજસિંહ ઝાલા, અશોકસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ જાડેજા અને સતીષભાઇ કાંજીયા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS

error: Content is protected !!