21 દિકરીઓના ભવ્યાતિભવ્ય સમુહલગ્ન યોજાશે, ફોર્મ સ્વીકારવાની કામગીરી શરૂ….

વાંકાનેર ખાતે આવેલ માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઠાકોર સમાજની કુલ 21 દીકરીઓને એક જ માંડવેથી વિદાય આપવામાં આવશે, જેના માટેના ફોર્મ ભરવાની કામગીરી હાલમાં શરૂ કરવામાં આવી છે અને આગામી તા.05/05 સુધી ફોર્મ વાંકાનેર સ્થિત ઓફિસ ખાતે સ્વીકારવામાં આવશે તેવું એક પ્રેસ યાદીમાં જણાવાયું છે….

વાંકાનેર શહેરના માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, જેમાં આ સમૂહ લગ્ન આગામી તા.21/05 ને શનિવારના રોજ વૈશાખ વદ છઠના રોજ ભગવાન માંધાતા દેવ અને સંત શ્રી વેલનાથ બાપુના મંદિરના વિશાળ મેદાનમાં જાલી બસ સ્ટેન્ડ પાસે યોજાશે, જેના માટે હાલ વર અને કન્યા પક્ષના ફોર્મ ભરવાનું ચાલુ કરવામાં આવ્યું છે,

અને તા. 17/04 થી લઈને તા 05/05 સુધી ફોર્મ સ્વીકારવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે અને ફોર્મ ભરવા માટે લગ્નગ્રંથીએ જોડાનાર યુવક-યુવતીના જન્મના જરૂરી આધાર પુરાવા, સરનામાં તેમજ તેઓની ઓળખના પૂરાવા સહિતની વિગતો સાથે ફોર્મ રજુ કરવાના રહેશે…

આ સમુહલગ્નના આયોજનને સફળ બનાવવા માટે તાલુકા પંચાયતના સદસ્ય જીગ્નેશબેન મેર, રતિલાલભાઈ અણીયારીયા, ગંભીરભાઈ નાકીયા, ભગવાનજીભાઈ મેર, રમેશભાઈ ગણોદીયા, હસમુખભાઈ ભૂસંડીયા, શામજીભાઈ માંડાણી, ભરતભાઈ ડાભી, હનાભાઈ ડાભીમ વેરશીભાઈ માલકીયા, દેવશીભાઇ સાપરા અને હેમંતભાઈ ધરજીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS

error: Content is protected !!