ભાઈના વેવાઈ, જમાઈ અને અન્ય એક શખ્સે મળી દવા લેવા માટે દવાખાને ગયેલ પિતા-પુત્ર પર હુમલો કરી માર માર્યો…

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામના વતની પિતા-પુત્ર મેસરીયા ગામ ખાતે દવાખાને દવા લેવા માટે ગયા હોય જ્યાં આજ ગામના ફરિયાદીના ભાઈના વેવાઈ, જમાઈ અને અન્ય એક શખ્સે મળી પારીવારીક મતભેદોનો ખાર રાખી હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં વેવાઇની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ ખાતે રહેતા દિનેશભાઇ મોહનભાઇ કોબિયા(ઉ.વ. ૪૦)એ તેમના ભાઈના વેવાઈ હીરાભાઈ માલકિયા, જમાઈ અશ્વિનભાઈ હીરાભાઈ માલકિયા અને અન્ય એક શખ્સ ચનાભાઈ હીરાભાઈ માલકિયા(રહે. ત્રણેય મેસરીયા)ની સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપી હીરાભાઈની દીકરી ફરિયાદીના ભાઈ બાબુભાઈના ઘરે સાસરે હોય અને બાબુભાઈની દીકરી આરોપી હીરાભાઈના ઘરે સાસરે છે,

જેમાં આ બાબતે અગાઉ અવારનવાર બંને પરિવારો વચ્ચે બોલાચાલી અને ઝઘડા થતા હોય જેમાં ફરિયાદી અને તેના પિતા મેસરીયા ગામ ખાતે દવાખાને દવા લેવા માટે ગયા હોય જે બાબતની જાણ આરોપીઓને થતા પારીવારીક ઝઘડાનો ખાર રાખી ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ ફરિયાદી સાથે માથાકૂટ-હુમલો કરી લાકડાના ધોકા વડે માથામાં અને પગમાં માર મારી તેમજ ફરિયાદીના પિતા મોહનભાઈને દવાખાના બહાર ઢસડી લાવી ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી….

જેથી આ બનાવમાં ફરિયાદી યુવાનની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે ત્રણેય શખ્સોની સામે આઇ.પી.સી. કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનોં નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS

 

error: Content is protected !!