વાંકાનેર વિસ્તારમાં ગઇકાલના રોજ સંત શ્રી વેલનાથ બાપુની જન્મ જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં વાંકાનેર ઠાકોર સમાજ દ્વારા સંત વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા યાત્રા યોજાઈ હતી. વાજતે ગાજતે નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના નાગરિકો જોડાયા હતા…
કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે વાંકાનેર વિસ્તારમાં કોળી સમાજ દ્વારા સંત શ્રી વેલનાથ બાપુની જન્મ જયંતીની હર્ષોલ્લાસભેર ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ શોભાયાત્રાની શરૂઆત મચ્છુ ડેમ રોડ, હોલમઢ ગામથી સવારે 8 કલાકે પ્રસ્થાન કરી મહિકા, કોઠી, જોધપર, લીંબાળા, કેરાળા, ધમલપર ચોકડી પાસે વેલનાથ બાપુના મંદિર ખાતે મહાપ્રસાદ કાર્યક્રમ યોજાયા બાદ ફરી ધમલપ૨, હસનપર, શક્તિપરા, વિસીપરા અને મિલપ્લોટ થઇ વાંકાનેર શહેરના મુખ્યમાર્ગો પર ફરી આરોગ્યનગર ખાતે પૂર્ણ થઈ હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS