વાંકાનેર : જુની અદાવતનો ખાર રાખી ત્રણ શખ્સોનો યુવાન પર છરી વડે હુમલો….

0

વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા એક યુવાન પર અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં યુવાનની ફરિયાદ પરથી વાંકાનેર સીટી પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા મોસીનભાઈ સિકંદરભાઈ શાહમદાર (ઉ.વ. ૨૩) જ્યારે રસ્તામાં જતો હોય ત્યારે યુવાન રિક્ષામાં બેસવા જતાં આ સમયે ત્યાં આરોપી સાજીદભાઈ રૂસ્તમાભાઈ,  રૂસ્તમાભાઈ, તેમજ ડાડલી (રહે. બધા જ વાંકાનેર) બધા આવી અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી ‘ તને હવા છે ‘ તેવું કહી બોલાચાલી કરી ઝઘડો કરી, ગાળો આપી અને છરી તથા લાકડી વડે હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને આ બનાવમાં ત્રણ શખ્સો સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS