સમગ્ર દેશમાં સરકાર ખાનગી સેક્ટરમાં કામ કરતા એંજીનિયર્સ માટે પ્રોફેશનલ એંજીનિયર્સ બિલ નામનો કાયદો લાવી રહી છે. જેની સામે મોરબી જિલ્લાના ખાનગી સિવિલ એન્જિનિયરોએ વિરોધ નોંધાવ્યો છે. સિવિલ એન્જીનીયરના કહેવા મુજબ આ કાયદામાં પ્રોફેશનલ એંજીનિયર્સની નોંધણી અને એક્ઝામની જોગવાઈ છે. તેમાં નોંધણી અને એક્ઝામ આંટીઘુટી વાળી હોવાથી ખાનગી સેક્ટરમાં કામ કરતા સિવિલ એન્જીનીયરોનું હિત જોખમશે. આથી સિવિલ એન્જીનીયરોએ કલેકટરને આજે આવેદનપત્ર પાઠવીને પ્રોફેશનલ એંજીનિયર્સના હિતમાં જ સરકાર નિર્ણય લે તેવી માંગ કરી છે….

મોરબી સિવિલ એન્જિનિયર એસોસિએશનના દ્વારા આજે ખાનગી સેક્ટરના સિવિલ એન્જિનિયરોએ કલેકટર કચેરી ખાતે જઈને સરકારને સંબોધી કલેકટરશ્રીને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે, ભારત સરકાર પૂરા દેશના એન્જીનિયર્સ માટે પ્રોફેશનલ એંજીનિયર્સ બિલ લાવી રહી છે. જે મુજબ ગુજરાત કાઉન્સીલ ઓફ પ્રોફેશનલ સિવિલ એન્જીનિયર્સની કચેરી દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રોફેશનલ પ્રેક્ટિસ કરનારા સિવિલ એન્જિનિયરને રેજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. એ માટે ફરજિયાત એક્ઝામ દેવી પડે છે.

જેમાં ખાનગી સેક્ટરમાં કામ કરતા એન્જિનિયરની નોંધણી માટે એક્ઝામ ફરજિયાત આપવી અને પછી દર બે વર્ષે આ એક્ઝામ લેવી તેમજ એક્ઝામ માટે દર બે વર્ષે રૂ.20 થી 25 હજારની ફી ભરવી એવી જોગવાઈ છે. એની સામે ખાનગી સેક્ટરના એન્જિનિયરનું કહેવું છે કે, તેઓ જ્યાં પણ નોકરી કરે છે તેનું લાયસન્સ અને જે તે સાલ તેમણે લીધેલી ડીગ્રી એ જ મોટો પુરાવો છે. ત્યારે સરકારના આવા ગતકડાની હવે શરૂ જરૂર છે ?

વધુમાં સિવિલ એન્જીનીયરોએ જણાવ્યું હતું કે, જે તે કોર્પોરેશનમાં નોકરી કરે છે. એ જ મોટું પ્રુફ છે. આમ પણ સિવિલ એન્જિનિયરને સરકારમાં ક્યાં નોકરી મળે છે. આથી સિવિલ એન્જિનિયરો બેકાર છે, હવે માંડ માંડ ખાનગીમાં નોકરીઓ મળી છે. ત્યારે આ આંટીઘુંટી વાળી જોગવાઈના કાયદાનો અમલ થાય તો સિવિલ એન્જિનિયર રોજીરોટી વગરના થઈ જશે. માટે આવી નોંધણી અને ફરજિયાત એક્ઝામ વાળા બીલને રદ કરવાની માંગ કરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS

error: Content is protected !!