વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામ પાસે આવેલ એક પતરાના ગેરેજમાં વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડતાં ત્યાંથી ચાર બોટલ વિદેશી દારૂની મળી આવી હતી, જેથી પોલીસે ફરાર ગેરેજ માલિક સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામ પાસે દરગાહ સામે આવેલ પતરાના યાદવ ગેરેજમાં વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડતાં ત્યાંથી ચાર બોટલ મેકડોવેલ નંબર વન બ્રાન્ડનો વિદેશી દારૂ(કિંમત રૂ.૧૫૦૦) નો જથ્થો મળી આવ્યો હતો, જેમાં સ્થળ પર ગેરેજ ચલાવતા મુકતાર યાદવ(રહે. ભાટીયા સોસાયટી) હાજર નહીં હોવાથી પોલીસે તેને ફરાર દર્શાવી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!