પડોશમાં રહેતા પરિવાર સાથે દારૂ પી ગાળો બોલવા બાબતે પતિ, પત્ની અને નણંદને પાડોશીએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી…

વાંકાનેર શહેરના આંબેડકર નગરમાં રહેતા એક પરિવારને પાડોશમાં રહેતા એક શખ્સે દારૂ પી ડીંગલ કરી ગાળો બોલવા બાબતે ફરિયાદી મહિલા, તેના પતિ અને નણંદને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બાબતે દારૂડિયા શખ્સ સામે મહિલાએ વાંકાનેર પોલીસમાં ફરિયાદી નોંધાવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી જયશ્રીબેન દિનેશભાઇ ઝાલાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી વાંકાનેર શહેરના આંબેડકર નગર શેરી નં-5 માં રહેતા હોય જેની સામે રહેતા આરોપી દિપકભાઈ બાબુભાઈ વાઘેલા અવારનવાર દારૂ પી ડીંગલ કરી ગાળો બોલતો હોય, જેની સામે અરજી કરેલ જેનો ખાર રાખી આરોપીએ ફરિયાદી તથા તેમના પતિ અને નણંદ પર હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી આ બાબતે મહિલાએ આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!