વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે પાડધરા ચોકડી નજીકથી પસાર થતી એક ઈકો કારને રોકી તલાશી લેતા તેમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે કુલ રૂ. 3.08 લાખનાં મુદ્દામાલ સાથે કાર ચાલકની અટકાયત કરી દારૂનો જથ્થો મોકલનાર એક શખ્સ સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાની પાડધરા ચોકડી નજીક વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી એક ઈકો કાર નં. GJ 13 AH 9850 ને રોકી તલાશી લેતા તેમાંથી ૧૬ બાચકામાં રાખેલ ૪૦૦ લિટર દેશી દારૂ(કિં. ૮,૦૦૦) મળી આવતાં પોલીસે ઈકો કાર અને દેશી દારૂ સહિત કુલ રૂ. 3,08,000 ના મુદ્દામાલ સાથે કાર ચાલક અશોકભાઈ પ્રતાપભાઈ અબસણીયા(ઉ.વ. ૨૦, રહે. ધમલપર)ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સાથે જ આ બનાવમાં ઝડપાયેલ આરોપીએ દેશી દારૂનો આ જથ્થો સતાપર ગામના દિનેશ ઉર્ફે ભૂરો વનાભાઈ કોળી પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને આરોપીઓ સામે પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!