વાંકાનેર શહેર નજીકથી મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે ટાટાના મીની ટ્રકમાં ચોરખાનુ બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ટ્રકમાંથી 2016 નંગ વિદેશી દારૂની બોટલ સહિત કુલ રૂ. 7.93 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, વાંકાનેર થાન રોડ તરફથી એક ટાટા મીની ટ્રક નં. GJ 14 Z 0224 માં મોટા જથ્થામાં વિદેશી દારૂ ભરી વાંકાનેર બાઉન્ડ્રી તરફ જવાનો હોય જેના આધારે મોરબી એલસીબી ટીમે વાંકાનેર શહેર નજીક શિવશક્તિ હિરો શોરૂમ સામે રોડ પર વોચ ગોઠવી ત્યાંથી પસાર થતા મીની ટ્રકને ઝડપી લીધો હતો…
જે મીની ટ્રકમાં ચોરખાનું બનાવી છુપાવી રાખેલ વિદેશી દારૂની મેકડોવેલ્સ વ્હીસ્કીની ૭૫૦ મીલીની 84 બોટલ, ૩૭૫ મિલીની 120 બોટલ, મેકડોવેલ્સ ૧૮૦ મીલીની વ્હીસ્કીની 336 બોટલ, ઈમ્પીરીયલ બ્લુ વ્હીસ્કી ૭૫૦ મિલીની 132 બોટલ, ૩૭૫ મિલીની 96 બોટલ અને ૧૮૦ મિલીની 384 બોટલ તેમજ બ્લુ સ્ટ્રોક વ્હીસ્કીની 192 બોટલ તથા ડિસ્કાઉન્ટ પ્રીમીયમ વ્હીસ્કી ૧૮૦ મિલીની 672 બોટલ સહિત કુલ 2016 બોટલ વિદેશી દારૂ જેની કિંમત રૂ. 2,87,580 તેમજ એક ટ્રક, મોબાઇલ, રોકડ રકમ સહિત કુલ રૂ 7,93,050નો મુદામાલ કબ્જે લીધો હતો…
આ બનાવમાં પોલીસે ટ્રકના ચાલક દિલીપભાઈ જગમાલભાઈ પઢારીયા (ઉ.વ.૩૮, રહે હાલ રાજકોટ-મોરબી રોડ, સદગુરુ સોસાયટી, મૂળ ઈન્દ્રા તા. માણાવદર)ને ઝડપી લીધો હતો. જ્યારે ટ્રક આગળ કાર લઇને પાયલોટીંગ કરતા અન્ય આરોપી ધવલભાઈ કિશોરભાઈ વાઢેર (રહે. રાજકોટ-કુવાડવા રોડ, બેડીપરા)નું નામ ખુલતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1