વાંકાનેર તાલુકાના અદેપર ગામ ખાતે રહેતા એક આધેડ પર આજ ગામના બે શખ્સોએ ‘ તારી દીકરીને સમજાવી દે જે કે અમારી સામે ન જોવે ‘ તેમ કહી હુમલો કરી લોખંડના પાઇપ વડે માર મારતા બાબતે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અદેપર ગામ ખાતે રહેતા ગોરધનભાઈ નરસીભાઈ બાવરવા (ઉ.વ. 55) નામના આધેડએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી ગઇકાલે પોતાના બકરા ચરાવી સાંજે ઘરે પરત આવતા હોય ત્યારે ઘર પાસે આજ ગામના આરોપી સાગર શિવાભાઈ બાવરવા અને જીવણ મેરાભાઈ બાવરવાએ ફરિયાદીને રોકી ‘ તારી દીકરી નિતુને કહેજે કે અમારી સામે ન જોવે ‘ તેવું કહી બોલાચાલી કરી બાદમાં બન્ને શખ્સોએ પાઇપ વડે ગોરધનભાઈને માર મારી ઈજાઓ પહોંચાડી હતી, જેથી આ બનાવમાં આધેડએ બંને આરોપીઓ સામે પોલીસ ફરિયાદી નોંધાવી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1