વાંકાનેર નજીક નવાપરા પાસે રોડ ક્રોસ કરતાં વૃદ્ધને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત…

0

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તાર નજીકથી પગપાળા પસાર થતાં એક વૃદ્ધને રોડ ક્રોસ કરતી વેળાએ બાઈક ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં વૃદ્ધને ઈજાઓ પહોંચી હતી જ્યારે બાઈક ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ખખાણા ગામ ખાતે રહેતા વાલજીભાઈ મોહનભાઈ ગોધાણીએ વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી નવાપરામાં શ્રીજી પોલીમર્સ કારખાના સામે નેશનલ હાઈવે રોડ ઉપરથી પગપાળા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે ત્યાંથી પસાર થતા એક બાઇક નંબર GJ 3 LC 3220 ના ચાલક અજય વિરેન્દ્રસિંહ પઢિયારએ હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ફરિયાદી તથા બાઇક ચાલકને ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા…

આ બનાવમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેથી હાલમાં આ બનાવમાં ભોગ બનેલ વૃદ્ધની ફરિયાદ પરથી પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1