વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ નજીકથી જાહેરમાં જુગાર રમતા બે શખ્સ ઝડપાયાં, પાંચ ફરાર…

0

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ નજીક વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી ચબૂતરા પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા બે શખ્સો ઝડપાયાં હતાં, જ્યારે અન્ય પાંચ જુગારી નાસી ગયા હતા. જેથી પોલીસે તમામ શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ નજીક જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડતાં જુગારીઓમાં નાશ ભાગ મચી ગઇ હતી, જેમાં પોલીસે સ્થળ પરથી જુગાર રમતા રસિકભાઈ જીવણભાઈ ઉકેડીયા અને ભુપતભાઈ રણછોડભાઈ રીબડીયાની રોકડ રકમ તથા મોબાઇલ સહિત કુલ રૂ.15,250નો મુદામાલ કબ્જે કર્યો હતો….

આ બનાવમાં પોલીસે સ્થળ પરથી નાસી ગયેલા ગોપાલ નારુભાઈ કોળી, દેવાભાઈ રામસીભાઈ કોળી, ગાંડુભાઇ લાભુભાઈ કોળી, જગદીશભાઈ મોમભાઈ ભરવાડ અને અનિલભાઈ પરસોતમભાઈ કોળી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1