વર્ષોથી સામાજીક અને રાજકીય ક્ષેત્રે સક્રીય રહી અનેકવિધ સેવાકાર્યો સાથે જોડાયેલ વાંકાનેર નિવાસી રાજ્યસભાના પૂર્વ સાંસદ લલીતભાઈ મહેતાનું આજે દુઃખદ અવસાન થયેલ છે, જેના કારણે વાંકાનેરને કદી ન પૂરી શકાય તેવી ખોટ પડી છે…
વાંકાનેર પંથકમાં શિક્ષણ, આરોગ્ય, જીવદયા, સહિત અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ અને પોતાની આવડતથી વાંકાનેર વિસ્તારમાં અનેક જન વિકાસલક્ષી પ્રોજેક્ટ / પ્રવૃતિઓ શરૂ કરનાર રાજ્યસભાના પૂર્વ સાંસદ લલિતભાઈ મહેતાનું આજરોજ તા. ૦૮/૦૭/૨૩, શનિવારના રોજ 86 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયેલ છે, ત્યારે મહેતા પરિવાર તેમજ વાંકાનેરમાં કદી ન પૂરી શકાય તેવી ખોટ પડી છે…
પોતાના જીવનનો હિસ્સો સેવાકીય પ્રવૃતિઓમાં પસાર કરનાર લલિતભાઈ મહેતા આંખની હોસ્પિટલ, બંધુસમાજ દવાશાળા, વિદ્યાભારતી, યુવા સંગઠના, ખોડિયાર ગૌ સેવા, વાંકાનેર એજયુકેશન સોસાયટી અને વાંકાનેર પાંજરાપોળ આ બધી સંસ્થાઓના પ્રમુખ તરીકે તથા રાજકોટ નાગરીક સહકારી બેંક લી. વાંકાનેર શાખામા સ્થાનિક વિકાસ સમિતિમાં કાયમી સલાહકાર સભ્ય, રાજકોટની વ્યવસાયી વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત વી.વી.પી. એન્જીનીયરીંગમાં અને ઈન્દુભાઈ પારેખ સ્કુલ ઓફ આર્કીટેકચરના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે વહીવટી અને નીતિવિષયક સેવાઓ આપી ચુક્યા છે…
આવી અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાઈને વર્ષો સુધી લોક ઉપયોગી અને સેવાકીય કામ કરીને લોકોના હૃદયમાં સ્થાન મેળવનારા પૂર્વ સાંસદ લલીતભાઈ મહેતાના દુઃખદ અવસાનના સમાચારથી વાંકાનેર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને પરમ કૃપાળુ પરમાત્મા તેઓના આત્માને શાંતિ અર્પે તેવી સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1