30 લાખના વ્યાજની પઠાણી ઉઘરાણી કરી યુવાનની જમીન તથા ગાડી પડાવનાર વાંકાનેરના તલાટી મંત્રી અને અમદાવાદના એક શખ્સની ધરપકડ…
વાંકાનેર તાલુકાનાં મહીકા ગામના યુવાનએ પોતાની જમીન ગીરવે મૂકી 30 લાખ રૂપિયાની રકમ ઉંચા વ્યાજદર સાથે લીધી હોય જેની સામે દર મહિને દોઢ લાખ રુપિયાનું વ્યાજ આપવા છતાં વ્યાજખોરો દ્વારા યુવાન પાસેથી નેવ લાખની કિંમતની જમીન તથા ગાડી પડાવી લેતા બનાવની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે બનાવમાં આરોપી અમદાવાદના એક વ્યાજખોર અને વાંકાનેરના વતની તલાટી કમ મંત્રીની વાંકાનેર સીટી પોલીસે ધરપકડ કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાનાં મહીકા ગામના વતની અને હાલ સુરત ખાતે રહેતા ઈલ્મુદીન હબીબભાઇ બાદી (ઉ.વ. ૪૦)એ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી કાદરીબાપુ અને પ્રહલાદસિંહ બહાદુરસિંહ ચુડાસમા સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેને આરોપીઓ પાસેથી પોતાની મીલ્કત ગીરવે મુકી તેનું લખાણ કરી આપીને તા.૧૨/૧૦/૨૦૨૦ ના રોજથી ઉંચા વ્યાજે રૂપીયા ૩૦,૦૦,૦૦૦ લીધા હતા અને જેનુ માસિક પાંચ ટકા લેખે વ્યાજ આપવાનું હતું જેથી માસીક રૂપીયા ૧,૫૦,૦૦૦ વ્યાજ પેટે ચુકવવાનુ નક્કી કરેલ હતું જે બાદ બંને વ્યાજખોરો દ્વારા ફરિયાદીને હેરાનપરેશાન કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી યુવાન પાસેથી જમીન તથા તેની ફોરવ્હીલર કાર પડાવી લીધી હતી, જે બાદ પણ આરોપીઓ અવારનવાર વ્યાજની પઠાણી ઉઘરાણી કરી અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય જેથી અંતે યુવાને બંને વ્યાજખોરોની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી…
જે બનાવમાં વાંકાનેર સીટી પોલીસે ફરાર આરોપી પ્રહલાદસિંહ બહાદુરસિંહ ચુડાસમા (ઉ.વ. ૫૦ રહે. બોડકદેવ, અમદાવાદ) અને એઝાઝહુસેન મહામદઇકબાલભાઇ કાદરી (ઉ.વ. ૫૦, રહે. લક્ષ્મીપરા, આરડીસી બેંક પાછળ, વાંકાનેર) ની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક અમરસર ફાટક પાસેથી કીયા કંપનીની સેલટોસ કાર નંબર GJ 01 KY 0302 સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC