વાંકાનેરના રાતીદેવળી ગામે મહિલાની છેડતી કરી લગ્ન માટે દબાણ કરનાર ચારેય આરોપીની ધરપકડ….

0

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ ખાતે રહેતી એક મહિલાને બે મહિલા સહિત ચાર આરોપીઓ દ્વારા છેડતી કરી મહિલાને લગ્ન કરવા માટે દબાણ કરી હેરાન પરેશાન કરતા હોય જેથી આ બનાવમાં પિડીત મહિલાએ ચાર આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી…

જેથી આ બનાવમાં મહિલાઓ સાથે થયેલા ગુનામાં વાંકાનેર સીટી પીઆઇ કે. એમ. છાસીયા તથા પોલીસ ટીમ પ્રયત્નશીલ હોય દરમિયાન આ બનાવમાં મહિલાની છેડતી કરી લગ્ન માટે દબાણ કરનાર આરોપી ૧) હાર્દીકભાઈ ઉર્ફે હર્ષદ રવજીભાઈ મુછડીયા (ઉ.વ.૨૨, ૨હે. મોરબી), ૨) રવજીભાઈ દાનાભાઈ મુછડીયા (ઉ.વ. ૫૦, રહે.મોરબી), ૩) દેવુબેન ઉર્ફે દેવીકાબેન રવજીભાઈ મુછડીયા (ઉ.વ.૪૮, રહે.મોરબી) અને ૪) અનુબેન ઉર્ફે અનીતાબેન ડો/ઓ રવજીભાઈ મુછડીયા (ઉ.વ. ૩૦, રહે.મોરબી)ની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજુ કરી આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC