વાંકાનેર શહેર નજીક ભાટીયા સોસાયટી ખાતેથી જાહેરમાં જુગાર રમતા પાંચ મહિલા ઝડપાઇ…..

0

વાંકાનેર શહેર નજીક આવેલ ભાટીયા સોસાયટી ખાતે ત્રિલોક ધામ હનુમાનજી મંદિર પાસે પટમાં મહિલાઓ જાહેરમાં જુગાર રમતી હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતી પાંચ મહિલાઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ ભાટીયા સોસાયટી ખાતે ત્રિલોક ધામ હનુમાનજીના મંદિર પાસે પટમાં વાંકાનેર સીટી પોલીસ ટીમે ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતાં ૧). હંસાબેન મોહનલાલ ખંઢેરીયા, ૨). યાસ્મીનબેન મહેબુબભાઇ મહેસાણીયા, ૩). જ્યોતિબેન ભરતભાઈ વાંજા, ૪). વર્ષાબેન દિનેશભાઈ સોમાણી અને ૫).પારુલબેન મુકેશભાઈ પરમારને રોકડ રકમ સહિત કુલ રૂ. 10,390ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC