વાંકાનેર તાલુકા પોલીસ ટીમના સરતાનપર-માટેલ રોડ ઉપર પેટ્રોલિંગ દરમિયાન બે અલગ અલગ દરોડામાં બે યુવાનોને વિદેશી દારૂની 23 બોટલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પ્રથમ દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમે સરતાનપર-માટેલ રોડ ઉપરથી મૂળ ચોટીલાના મનડાસર ગામના વતની અને હાલમાં સરતાનપર પાસે બફિટ સીરામિકમાં નોકરી કરતા વિજય ધીરુભાઈ ગઢાદરા નામના યુવાનને ઓલ સિઝન ગોલ્ડ વ્હીસ્કીની આઠ બોટલ કિંમત રૂપિયા 4,800 સાથે ઝડપી લઇ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી….

જ્યારે બીજા દરોડામાં બાફીટ સીરામીક પાસેથી જ લીમડીના દોલતપર ગામના સંજય બળદેવભાઈ મેણીયા નામના યુવાનને મેકડોવેલ નંબર વન બ્રાન્ડની 5 બોટલ અને ઓલસીઝન ગોલ્ડ દારૂની 10 બોટલ મળી કુલ 15 બોટલ કિંમત રૂપિયા 7,875 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!