વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ ખાતે રહેતી એક યુવતીને મોબાઈલ આપી યુવતી પાછળ પડી લગ્ન કરવા માટે દબાણ કરી તેને હેરાન પરેશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બાબતે બે મહિલા સહિત કુલ ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ ખાતે રહેતી એક મહિલાએ આરોપી હાર્દિક, દેવુબેન, રવજીભાઈ દાનાભાઈ અને અનુબેન (રહે. બધા બૌધનગર, મોરબી) સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, આરોપીઓ લગ્ન કરવા માટે ફરિયાદી મહિલા પાછળ પડ્યા હતા અને મોબાઈલ આપીને લગ્ન કરવા માટે હેરાન પરેશાન કરતા હતા,
અને કહ્યું હતું કે “મારી સાથે લગ્ન નહીં કરે તો તારા લગ્ન બીજે પણ થવા નહીં દઉ” તેમ કહીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આ બનાવમાં ભોગ બનેલ યુવતીએ ચાર આરોપીઓ સામે વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે મહિલા સહિત ચાર આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ ૩૫૪(ઘ), ૫૦૪, ૫૦૬(૧), ૧૧૪ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC