વાંકાનેર તાલુકાના ભલગામની સીમમાં આવેલ એક કારખાના પાસેથી ટ્રેક્ટર લઈને પસાર થઈ રહેલા આધેડના ટ્રેક્ટર પાછળ એટ ઇનોવા કાર અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રેક્ટર અને કારમાં બેઠેલા કુલ ચાર શખ્સોને ઈજાઓ પહોંચી હતી, જેથી આ બનાવમાં ટ્રેક્ટર ચાલકે વાંકાનેર તાલુકા પોલીસમાં ઇનોવા કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભલગામની સીમમાં સ્પનવેબ કારખાનાની સામેથી ફરિયાદી બીજલભાઇ રઘુભાઈ માંડાણી (ઉ.વ. ૫૦,રહે. ઠીકરીયાળી) પોતાનું ટ્રેક્ટર નં. GJ 36 AC 6756 લઈને પસાર થઈ રહ્યા હોય ત્યારે તેમના ટ્રેક્ટર પાછળ એક ઇનોવા કાર નં. GJ 36 L 4438ના ચાલકે બેફિકરાઈથી તેની કાર ચલાવી હત ટ્રેક્ટરની ટ્રોલીમાં પાછળ તેની કાર અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો,

જેમાં ટ્રેક્ટર ચાલક બીજલભાઇ તેમજ ટ્રેક્ટરમાં બેઠેલા રવિભાઈ અને રામભાઈને તથા ઇનોવા કારમાં બેઠેલ એક વ્યક્તિને પણ ઇજાઓ પહોંચી હતી જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ હાલ ટ્રેક્ટરના ચાલકે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!