મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય તથા ચેરમેનના પુત્ર અજય ડાંગરેચાને મોરબી એલસીબી ટીમે 36 બોટલ વિદેશી દારૂ તથા 2400 લિટર દેશી દારૂના આથા સાથે ઝડપી લીધો…

મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય અને વાંકાનેર તાલુકા ભાજપ આગેવાનના દીકરીની વાડી ખાતે મોરબી એલસીબી પોલીસ ટીમે ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી ત્યાંથી દારૂની 36 બોટલ વિદેશી દારૂ અને દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 2400 લીટર આથો મળી આવ્યો હતો, જેથી પોલીસે કુલ રૂ. 18,300ની કિંમતના મુદ્દામાલ સાથે અજય ડાંગરેચાની ધરપકડ કરી અન્ય એક આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વીરપર ગામ નજીક એડોરેસન સિરામિક સામે ખીમીવાડો સીમ ખાતે આવેલ મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય તથા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન સરોજબેન વાઘજીભાઈ ડાંગરેચાનો દીકરા અજયભાઈ વાઘજીભાઈ ડાંગરોચાની કબ્જા ભોગવટા વાળી વાડીમાં તથા બાજુમાં ખરાબામાં ચોક્કસ ખાનગી બાતમીને આધારે મોરબી એલસીબી પોલીસ ટીમે દરોડો પાડી સ્થળ પરથી 36 બોટલ વિદેશી દારૂ તથા વાડીની બાજુમાં આવેલ ખરાબમાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 2400 લીટર આથા સહિત પોલીસે કુલ રૂ. 18,300ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપી અજય વાઘજીભાઈ ડાંગરોચા (ઉ.વ. ૩૦, રહે. વીરપર)ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

આ બનાવમાં ઝડપાયેલ આરોપી અજય વાઘજીભાઈ ડાંગરેચાએ વિદેશી દારૂની બોટલો સુરેન્દ્રનગર જિલ્લાના નાડધ્રી ગામના બળુભા જીલુભા ઝાલા પાસેથી લાવ્યો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે પણ વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

 

error: Content is protected !!