રાજ્ય સરકારે વાંકાનેર નગરપાલિકાને ખખડધજ રોડના રિપેરિંગ માટે ફાળવેલ કરોડો રૂપિયાની ગ્રાન્ટ પરત જાય તે પહેલાં ઉપયોગ કરવા રજૂઆત કરાઇ….

0

વાંકાનેર શહેરના બિસ્માર બનેલા રોડના રિપેરિંગ માટે સરકારે પાંચ કરોડ કરતાં વધુની ગ્રાન્ટ ફાળવેલ છતાં તેનો ઉપયોગ કેમ નથી થતો ?, કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદાની ધારદાર રજૂઆત….

સરકાર દ્વારા વાંકાનેર નગરપાલિકાને રોડ રસ્તાના રીપેરીંગ માટે રૂ. પાંચ કરોડ કરતાં વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે, પરંતુ આ ગ્રાન્ટનો હજુ સુધી ઉપયોગ ન થયેલ હોય અને આગામી માર્ચ મહિનામાં નાણાકીય વર્ષ પૂરું થતું હોય જેમાં ગ્રાન્ટ હજુ સુધી પણ વપરાયેલ ન હોય તો જેનો ઉપયોગ ન કરવામાં આવતા ગ્રાન્ટ પરત ફરે તેવી સ્થિતિમાં હોય જેથી બાબતે તાત્કાલિક આ ગ્રાન્ટની રકમનો સદુપયોગ કરી વાંકાનેર શહેરના રોડ રસ્તા તાત્કાલિક રિપેર કરવા વાંકાનેર કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદાએ વહિવટદાશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે….

બાબતે તેમણે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, વાંકાનેર નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા રૂ. પાંચ કરોડ કરતાં વધુની રકમ શહેરના રોડ રસ્તાના રીપેરીંગ માટે ફાળવેલ હોય પરંતુ હજુ સુધી આ ગ્રાન્ટનો કોઈ ઉપયોગ કરવામાં આવેલ ન હોય જેથી આગામી માર્ચ મહિનામાં નાણાકીય વર્ષના અંતે આ ગ્રાન્ટ વણવપરાયેલી હોવાથી પરત ફરે તેવી સ્થિતિમાં હોવાથી બાબતે તાત્કાલિક આ રકમનો વાંકાનેર શહેરના વિકાસમાં ઉપયોગી કરી શહેરના ખખડધજ બનેલા રોડ-રસ્તાના રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઈરફાન પીરઝાદા દ્વારા કરવામાં આવી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC