વાંકાનેર શહેર ખાતે આવેલ અમરસિંહજી હાઇસ્કુલ ખાતે ગઇકાલના રોજ માનનીય વડાપ્રઘાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની વર્ચ્યુલી હાજરીમાં આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર અને વહીવટી તંત્ર, વાંકાનેર દ્રારા યોજવામાં આવ્યો હતો જેમાં વાંકાનેર તાલુકાના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા…
આ કાર્યક્રમમાં ઉપસ્થીત મહેમાનોના હસ્તે લાભાર્થીઓને આયુષ્યમાન ભારત કાર્ડનું વીતરણ કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકામાંથી કુલ 8,423 જેટલા લાભાર્થીઓના કાર્ડ વીતરણ કરવામાં આવ્યા હતા, જેમાં જે લાભાર્થી હાજર રહેલ ન હોય તેમને જે તે ગામના વીસીઇ અને આશા મારફત ઘરે કાર્ડ પહોંચાડવાની સુવિધા તંત્ર દ્વારા કરવામાં આવશે..
આ કાર્યક્રમને સફળ બનાવામાં વાંકાનેર તાલુકા હેલ્થ ઓફીસર ડો. એમ. એ. શેરસીયા, તાલુકાના મેડીકલ ઓફીસરો, સુપરવાઈઝર સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0