વાંકાનેર તાલુકાના મેસરિયા ગામ ખાતે રહેતા કાનાભાઇએ રસ્તામાં લાકડાનો ઢગલો કર્યો હોત જેમાં ત્યાંથી પસાર થતા બે બાઈક સવારોએ આ ઢગલો હટાવી લેવાનું કહેતાં ઉશ્કેરાઈ જઈ કાનાભાઇએ બંને યુવાનોને લાકડાના ધોકા વડે ધોકાવી નાખ્યા હતા જેથી આ બનાવમાં યુવાનોએ આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી મુકેશભાઈ કેસાભાઈ મેર(રહે. નારીયેળી, તા. ચોટીલા)એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ અને સાહેદ સંજયભાઈ મેસરિયા ગામની સીમમાંથી મોટર સાયકલ લઈને પસાર થતા હોય ત્યારે આરોપી કનાભાઈ મોહનભાઇ મકવાણાએ રસ્તા ઉપર લાકડાનો ઢગલો કર્યો હોય, જેથી ફરિયાદીએ આરોપીને રસ્તા પરથી આ ઢગલો હટાવી લેવાનું કહેતાં આરોપી ઉશ્કેરાઈ જઈ બંને યુવાનોને લાકડાના ધોકા વડે માર માર્યો હતો…
ઉપરોક્ત બનાવ અનુસંધાને ભોગ બનનાર યુવાને આરોપી કાનાભાઈ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0