તીથવા ગામના પાણીના પ્રશ્ને તાલુકા પંચાયત કચેરી ખાતે રજુઆત કરવા મામલે ટીડીઓ દ્વારા જાતિ પ્રત્યે અપમાનિત કરવાની ફરિયાદ નોંધાવાઇ’તી….
વાંકાનેર તાલુકાના તીથવા ગામના પાણી પ્રશ્ને વર્ષ 2012 માં વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાના સહિતના આગેવાનો વાંકાનેર તાલુકા પંચાયત કચેરી રજુઆત કરવા ગયાં હોય જેમાં મામલો બિચકતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ધારાસભ્ય સહિત પાંચ આગેવાનો સામે એટ્રોસિટી એક્ટ સહિતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે કેસ મોરબી નામદાર કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2012-ઓગસ્ટ મહિનામાં વાંકાનેર તાલુકાના તીથવા ગામના પાણીના પ્રશ્ને વાંકાનેરના ધારાસભ્ય મહંમદ જાવિદ પીરજાદા, વાંકાનેર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ યુનુસભાઇ શેરસીયા, તિથવા ગામના સરપંચ મોહમ્મદભાઈ શેખ, તાલુકા પંચાયતના સભ્ય જલાલભાઈ પટેલ તેમજ અબ્દુલભાઈ ચૌધરી સહિત પાંચ વ્યક્તિઓ તાલુકા પંચાયત કચેરીમાં ટોળા સાથે રજુઆત કરવા ગયા ત્યારે કચેરીમાં તોડફોડ સહિતની ઘટના બની હતી અને ટીડીઓ ભગોરા દ્વારા આ મામલે ધારાસભ્ય સહિત પાંચ આરોપીઓ વિરુદ્ધ જાતિ પ્રત્યે અપમાનિત કરવા અંગે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો મુજબ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી…
જે કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા ફરિયાદી ટીડીઓ પોતાની ફરિયાદ અંગે મક્કમ રહ્યા સિવાય અન્ય સરકારી કર્મચારી એવા સાક્ષીઓએ ઘટનાને સમર્થન ન આપી હોસ્ટાઇલ જાહેર થતા નામદાર અદાલત દ્વારા આરોપીઓના વકીલ અનિલભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અને દલીલોને ધ્યાને લઈ તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0