આગામી દિવસોમાં જ્યારે દિવાળી સહિતના તહેવારો આવી રહ્યાં છે ત્યારે વાંકાનેર માર્કેટીંગ યાર્ડ દ્વારા દિવાળી તહેવારો અનુસંધાને સાત દિવસના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે જે સમય દરમિયાન વાંકાનેર માર્કેટીંગ યાર્ડની તમામ કામગીરી બંધ રાખવાનો નિર્ણય મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવ્યો છે…
બાબતે માહિતી આપતા વાંકાનેર માર્કેટીંગ યાર્ડના સેક્રેટરીએ એક પ્રેસ યાદીમાં જણાવ્યું છે કે, દિવાળીના તહેવારને ધ્યાને લઈને આગામી તા. 22 ઓક્ટોબરને શનિવારથી લઈને તા. 28 ઓક્ટોબર શુક્રવાર સુધી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે, જેથી યાર્ડના તમામ કામકાજ બંધ રહેશે, જેની તમામ વેપારી મિત્રો, એજન્ટો તથા ખેડૂત ભાઇઓએ નોંધ લેવી. આ રજાના દિવસોમાં યાર્ડમાં ખેત જણસીની ઉતરાય પણ બંધ રહેશે તેમજ તા. 28 ઓક્ટોબરથી યાર્ડમાં ઉતરાય ચાલુ કરવામાં આવશે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0