સામાપક્ષે વન કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ, પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી…
વાંકાનેર તાલુકાના વસુંધરા ગામની સીમમાં વન વિભાગના પ્રતિબંધિત વિસ્તારમાં ચરતા ઢોરને ડબ્બે પુરવા અને શંકાસ્પદ હાલતમાં વન વિસ્તારમાંથી નીકળેલા શખ્સની તલાસી લેવા પ્રયાસ કરતા બે વન કર્મચારીઓ પર ત્રણ શખ્સોએ હુમલો કરતા બાબતે પોલીસ ફરિયાદી નોંધાઇ છે, જ્યારે આ બનાવમાં સામાપક્ષે વાડીએ ઝડતી લેવા આવેલા બે વન કર્મચારીઓએ હુમલો કર્યાની વળતી ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર વન વિભાગની કચેરીમાં વનપાલ તરીકે ફરજ બજાવતા રાહુલભાઇ આયદાનભાઇ વાક (રહે. ફોરેસ્ટ કોલોની, વાંકાનેર)એ આરોપી ૧). યોગેશભાઇ અમરશીભાઇ મકવાણા, ૨). વિરમભાઇ ગેલાભાઇ લાંબરીયા અને ૩). વીહાભાઇ ગેલાભાઇ લાંબરીયા (રહે. વસુંધરા) સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૨૭/૦૯ ના રોજ ફરિયાદી ફરજ ઉપર પેટ્રોલિંગમાં દરમ્યાન પ્રતિબંધિત વન વિસ્તારમાં ચરતાં આરોપીઓના ઢોરને ડબ્બે પુરવાની કાર્યવાહી કરતા હોય ત્યારે આરોપી યોગેશભાઇ અમરશીભાઇ મકવાણા બાઇકમાં થેલી લઈને નીકળતા, તેની પાસે શિકારનો સામાન હોવાની શંકાએ તલાસી લેવાનું કહેતા આરોપી નાસી ગયો હતો. જે બાદ વન કર્મચારીઓ દ્વારા આરોપીની વાડીએ જડતી કરવા જતા ત્રણેય આરોપીઓએ ‘ અમારા ઢોરને કેમ પકડ્યા ? ‘ કહી વન કર્મચારી પર છરી વડે હુમલો કર્યો હતો..
જ્યારે આ બનાવમાં સામાપક્ષે ફરિયાદી યોગેશભાઇ અમરશીભાઇ મકવાણાએ વન કર્મચારી રાહુલભાઇ આયદાનભાઇ વાક તેમજ એક અજાણ્યા ઈસ્મ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી પોતાની વાડીએથી ગામમાં છાસ લેવા જતા રસ્તામાં ફોરેસ્ટર રાહુલભાઇ વાંક ઢોર હકાવી જતા હોય ત્યારે ફરીયાદી ઉભા રહી જોતા આરોપીને આ સારૂ નહી લાગતાં ફરિયાદીને ગાળો આપી બોલાચાલી કરી હતી, જે બાદ આ વાતનો ખાર રાખી રાહુલભાઇ તથા એક અજાણ્યો માણસ ફરીયાદીની વાડીએ આવી બોલાચાલી તેમજ ઝપાઝપી કરી રાહુલભાઇએ છરી ખંભાના ભાગે મારેલ તથા બીજા માણસે પગમાં મુંઢમાર માર્યો હતો, જેથી આ બનાવમાં પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf