વાંકાનેરની કાનપર પ્રાથમિક શાળામાંથી વતનમાં બદલી થયેલ શિક્ષકોનો વિદાય સન્માન સમારોહ યોજાયો….

0

વાંકાનેર તાલુકાની કાનપર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બે શિક્ષક અઘારા તન્વીબેન પરસોતમભાઇ અને મકવાણા અંજુબેન ભલજીભાઈની તેમના વતનમાં બદલી થતા સમગ્ર કાનપર ગ્રામજનો દ્વારા તેમના વિદાય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંને વિદાયમાન શિક્ષક બહેનોને વિદાય પ્રમાણપત્ર, ફૂલ-હાર, શાલ તથા ભેટો આપી સન્માનિત કરાયા હતા. આ સાથે જ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીતો અને પિરામિડ સોંગ રજૂ કરાયા હતા તેમજ વર્ષ 1999થી અત્યાર સુધીમાં શાળામાં ફરજ બજાવી ચુકેલા તમામ શિક્ષકોને પણ કાર્યક્રમમાં બોલાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી શ્રેષ્ઠ કામગીરી કરનાર વિદાયમાન બંને શિક્ષકોને વિદ્યાર્થીઓ, વાલીઓ સહકર્મચારીઓ તથા ગ્રામજનો દ્વારા ભારે હૃદય વિદાય આપવામાં આવી હતી….

આ કાર્યક્રમમાં ગામનાં સફળ ઉદ્યોગપતિ ગોવિંદભાઈ કુણપરા તથા શાહબુદ્દીનભાઈ માથકિયા, ડો. જી. એ. બાદી, પૂર્વ પી.એસ.આઇ. એમ. એમ .રાઠોડ(રાજકોટ), પૂર્વ શિક્ષક રજાક ઉનડપૌત્રા(ગુજરાતનો વાર્તાકાર શિક્ષક), મહિકા તાલુકા શાળાના આચાર્ય એમ. એન. બાદી, કૃષિ તજજ્ઞ ડો. ગની પટેલ, પૂર્વ સી.આર.સી કો-ઓર્ડીનેટર વિજય દેત્રોજા સહિતના ખાસ ઉપસ્થિત રહી અને પોતાના વક્તવ્યમાં શિક્ષણ, વ્યસન મુક્તિ, ભાવિ નાગરિક ઘડતર અને મૂલ્ય ઘડતર વિશે માર્ગદર્શન આપ્યું હતું…..

આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગપતિ ગોવિંદભાઈ તથા ડો. જી. એ .બાદી દ્વારા ગામમાં લાઇબ્રેરી વિકાસ માટે રૂ. 22,501નું દાન આપ્યું હતું. આ સાથે જ વિદાયમાન શિક્ષિકા તન્વીબેન અઘારા દ્વારા શાળામાં ફર્નિચર માટે રૂ. 51,000 નું દાન તથા અંજુબેન મકવાણા દ્વારા રૂ. 10,000 નું દાન શાળાને આપવામાં આવ્યું હતું…

આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો શાંતિબેન કડછા, અંજુબેન મકવાણા, અશરફરજાભાઈ શેરસિયા, અબ્દુલરહીમભાઈ શેરસિયા તથા આચાર્યશ્રી શાહબુદ્દીનભાઈ બાદીએ ખૂબ જેહમત ઉઠાવી હતી. આ તકે મણવર રમણીકભાઈ, અઘારા પરસોત્તમભાઈ, રવિભાઈ મકવાણા, મણવર નિખિલભાઇ, વનરાજભાઈ બોખીરીયા(અગ્રણી), પૂર્વ સી.આર.સી કો-ઓર્ડીનેટર વિજયભાઈ દેત્રોજા તેમજ કાનપર વાળાના પુર્વ શિક્ષક અબ્બાસભાઈ મન્સુરી, જયશ્રીબેન જોટંગીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf