વાંકાનેર પ્રાંત અધિકારી મારફતે રાજ્યપાલને ટેટ અને ટાટ પાસ કરેલ ઉમેદવારોએ રજૂઆત કરી…
વાંકાનેર શહેર ખાતે આજરોજ ટેટ-ટાટની પરિક્ષા પાસ કરેલા ઉમેદવારોએ પ્રાંત અધિકારી મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી અને રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયક ભરતી બાબતે કરાયેલ ઠરાવ રદ કરી અને ઉમેદવારોની કાયમી ભરતી કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ હતી…
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર વિસ્તારમાંથી ટેટ અને ટાટ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો આજરોજ વાંકાનેર પ્રાંત અધિકારી મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી માંગણી કરી હતી કે, સરકાર દ્વારા ટેટ ૧ તથા ૨ તેમજ ટાટ ૧ માં ઉત્તીર્ણ થયેલ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને જૂની પદ્ધતિ મુજબ કાયમી ધોરણે ભરતી કરવામાં આવે તેમજ જ્ઞાન સહાયક તરીકે 11 મહિનાના કરારના ઠરાવને રદ કરવા માંગણી કરી હતી. વધુમાં તેમણે સરકાર દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ અને ઉમેદવારોની ચિંતા કરી નવા ઠરાવ રદ કરી જૂની નિમણુક પદ્ધતિ પ્રમાણે ટેટ અને ટાટમાં ઉત્તીર્ણ થયેલા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોની વહેલામાં વહેલી તકે ભરતી પ્રસિદ્ધ કરી કાયમી નિમણુક આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી…