વાંકાનેર શહેર ખાતે આવેલ વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલના ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય શ્રી કે. કે. શાહ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય, શ્રીમતી એલ. કે. સંઘવી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલય તેમજ શ્રી વી. એસ. શાહ ઉચ્ચ માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ 9 થી 12 ના તેજસ્વી તારલાઓ તેમજ વિષયમાં શ્રેષ્ઠ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનિત કરવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું…

આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરી ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિઓ હાંસલ કરનાર વિધાર્થીઓને 154 જેટલા શિલ્ડ તથા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં સ્વર્ગસ્થ લલીતભાઈ મહેતાના પુત્ર કલ્પેન્દુભાઈ મહેતા, જેન્તીભાઈ પડસુંબિયા, વેદ સાહેબ, રામભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન નિલેશભાઈ ધોકિયા અને દર્શનાબેન જાની દ્વારા કરાયુંં હતું. ખુશાલભાઈ સંઘવી, પ્રભાબેન લાલદાસ કરથીયા, અંકુરભાઈ મહેતા, ડઈબેન ચૌધરી સચિનભાઈ કામદાર, ભુપતભાઈ છૈયા સોનલબેન ઠુમર, નિલેશભાઈ ધોકિયાનું સૌજન્ય પ્રાપ્ત થયું હતું તેમજ કાર્યક્રમનું સંચાલન કલ્પેશભાઈ ભટ્ટ અને ચુડાસમા દ્વારા કરાયુંં હતું….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt

error: Content is protected !!